સોલોમનનાં ગીતો 1 : 1 (IRVGU)
સોલોમનનાં ગીતો 1 : 2 (IRVGU)
સુલેમાનનું આ સર્વોત્તમ ગીત. તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
સોલોમનનાં ગીતો 1 : 3 (IRVGU)
તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
સોલોમનનાં ગીતો 1 : 4 (IRVGU)
મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.
સોલોમનનાં ગીતો 1 : 5 (IRVGU)
હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.
સોલોમનનાં ગીતો 1 : 6 (IRVGU)
હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષાવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષાવાડી મેં સંભાળી નથી.
સોલોમનનાં ગીતો 1 : 7 (IRVGU)
જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?
સોલોમનનાં ગીતો 1 : 8 (IRVGU)
યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
સોલોમનનાં ગીતો 1 : 9 (IRVGU)
મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
સોલોમનનાં ગીતો 1 : 10 (IRVGU)
તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
સોલોમનનાં ગીતો 1 : 11 (IRVGU)
હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
સોલોમનનાં ગીતો 1 : 12 (IRVGU)
જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.
સોલોમનનાં ગીતો 1 : 13 (IRVGU)
મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
સોલોમનનાં ગીતો 1 : 14 (IRVGU)
મારો પ્રીતમ, એન ગેદીની વાડીમાં, મેંદીના પુષ્પગુચ્છ જેવો લાગે છે.
સોલોમનનાં ગીતો 1 : 15 (IRVGU)
જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
સોલોમનનાં ગીતો 1 : 16 (IRVGU)
જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
સોલોમનનાં ગીતો 1 : 17 (IRVGU)
આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17