Romans 9 : 1 (IRVGU)
ઈશ્વર અને તેમના પસંદ કરેલા લોકો હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી, મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારું સાક્ષી છે કે,
Romans 9 : 2 (IRVGU)
મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે;
Romans 9 : 3 (IRVGU)
કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાં-સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં, એવી જાણે કે મને ઇચ્છા થાય છે.
Romans 9 : 4 (IRVGU)
તેઓ ઇઝરાયલી છે અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.
Romans 9 : 5 (IRVGU)
પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.
Romans 9 : 6 (IRVGU)
પણ ઈશ્વરનાં આશાવચનો જાણે કે વ્યર્થ ગયા હોય તેમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના વંશજો છે તેઓ બધા જ ઇઝરાયલી નથી.
Romans 9 : 7 (IRVGU)
તેમ જ તેઓ ઇબ્રાહિમનાં વંશજો છે માટે બધાં જ તેનાં સંતાનો છે, એવું પણ નથી; પણ એવું લખેલું છે કે, 'ઇસહાકથી તારો વંશ ગણાશે.'
Romans 9 : 8 (IRVGU)
એટલે જેઓ દૈહિક સંતાનો છે, તેઓ ઈશ્વરનાં સંતાનો છે એમ નહિ; પણ જેઓ વચનનાં સંતાનો છે, તેઓ જ વંશ ગણાય છે.
Romans 9 : 9 (IRVGU)
કેમ કે વચન આ પ્રમાણે છે કે, 'આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે.'
Romans 9 : 10 (IRVGU)
માત્ર એટલું જ નહિ, પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પિતા ઇસહાકથી ગર્ભ ધર્યો
Romans 9 : 11 (IRVGU)
અને સંતાનોના જન્મ અગાઉ જયારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડનારની ઇચ્છા પર આધાર રાખે,
Romans 9 : 12 (IRVGU)
માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે, 'મોટો દીકરો નાનાની ચાકરી કરશે.'
Romans 9 : 13 (IRVGU)
જે પ્રમાણે લખેલું છે કે, 'મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવ પર દ્વેષ કર્યો.
Romans 9 : 14 (IRVGU)
ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાઓ;
Romans 9 : 15 (IRVGU)
કેમ કે તે મૂસાને કહે છે કે, 'જેનાં ઉપર હું દયા કરવા ચાહું, તેના ઉપર હું દયા કરીશ; અને જેનાં ઉપર હું કરુણા કરવા ચાહું, તેના ઉપર હું કરુણા કરીશ.'
Romans 9 : 16 (IRVGU)
માટે તે તો ઇચ્છનારથી નહિ અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે.
Romans 9 : 17 (IRVGU)
વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે કે, 'તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.'
Romans 9 : 18 (IRVGU)
તે માટે તે ચાહે તેના પર દયા કરે છે; અને ચાહે તેને હઠીલો કરે છે.
Romans 9 : 19 (IRVGU)
ઈશ્વરના ક્રોધ અને કૃપા ત્યારે તું મને કહેશે કે, 'એવું છે તો તે કેમ દોષ કાઢે છે? કેમ કે તેમની ઇચ્છાની વિરુદ્ધ કોણ થઈ શકે છે?'
Romans 9 : 20 (IRVGU)
પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે કે, 'તેં મને આવું કેમ બનાવ્યું?'
Romans 9 : 21 (IRVGU)
શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી?
Romans 9 : 22 (IRVGU)
જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાની ઇચ્છા રાખીને નાશને પાત્ર થયેલાં કોપના પાત્રોનું ઘણી ધીરજથી સહન કર્યું;
Romans 9 : 23 (IRVGU)
અને જો મહિમાને માટે અગાઉથી તૈયાર કરેલાં દયાના પાત્રો પર.
Romans 9 : 24 (IRVGU)
એટલે આપણા પર જેઓને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ તેડ્યાં છે તેઓ પર, પોતાના મહિમાની સંપત્તિ જણાવવાં તેમની મરજી હતી તો તેમાં ખોટું શું?
Romans 9 : 25 (IRVGU)
જેમ કે તેઓ હોશિયાના પુસ્તકમાં પણ કહે છે કે, 'જેઓ મારા લોક ન હતા તેઓને હું મારા લોક અને જે પ્રિય ન હતી તેને હું પ્રિય કહીશ.
Romans 9 : 26 (IRVGU)
અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોકો નથી, ત્યાં તેઓ 'જીવતા ઈશ્વરના દીકરાઓ' કહેવાશે.”
Romans 9 : 27 (IRVGU)
વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે 'ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે'
Romans 9 : 28 (IRVGU)
કેમ કે પ્રભુ પોતાનું વચન જલદીથી અને સંપૂર્ણપણે પૃથ્વી પર અમલમાં લાવશે.'
Romans 9 : 29 (IRVGU)
એમ જ યશાયાએ અગાઉ પણ કહ્યું હતું કે, 'જો સૈન્યોના પ્રભુએ આપણે સારુ બીજ રહેવા દીધું ન હોત, તો આપણા હાલ સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.'
Romans 9 : 30 (IRVGU)
ઇઝરાયલ અને સુવાર્તા ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયીપણાની શોધ કરતા ન હતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.'
Romans 9 : 31 (IRVGU)
પણ ઇઝરાયલ ન્યાયીપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહોંચી શક્યા નહિ.
Romans 9 : 32 (IRVGU)
કેમ નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે કરણીઓથી તેને શોધતાં હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી;
Romans 9 : 33 (IRVGU)
જેમ લખેલું છે કે 'જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33