રોમનોને પત્ર 3 : 1 (IRVGU)
તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?
રોમનોને પત્ર 3 : 2 (IRVGU)
સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
રોમનોને પત્ર 3 : 3 (IRVGU)
અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?
રોમનોને પત્ર 3 : 4 (IRVGU)
ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, 'તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.'
રોમનોને પત્ર 3 : 5 (IRVGU)
પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.
રોમનોને પત્ર 3 : 6 (IRVGU)
ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?
રોમનોને પત્ર 3 : 7 (IRVGU)
પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?
રોમનોને પત્ર 3 : 8 (IRVGU)
અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, 'તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?' તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.
રોમનોને પત્ર 3 : 9 (IRVGU)
તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
રોમનોને પત્ર 3 : 10 (IRVGU)
જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
રોમનોને પત્ર 3 : 11 (IRVGU)
સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
રોમનોને પત્ર 3 : 12 (IRVGU)
તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
રોમનોને પત્ર 3 : 13 (IRVGU)
તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
રોમનોને પત્ર 3 : 14 (IRVGU)
તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
રોમનોને પત્ર 3 : 15 (IRVGU)
તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
રોમનોને પત્ર 3 : 16 (IRVGU)
તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
રોમનોને પત્ર 3 : 17 (IRVGU)
શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
રોમનોને પત્ર 3 : 18 (IRVGU)
તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.'
રોમનોને પત્ર 3 : 19 (IRVGU)
હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
રોમનોને પત્ર 3 : 20 (IRVGU)
કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
રોમનોને પત્ર 3 : 21 (IRVGU)
ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;
રોમનોને પત્ર 3 : 22 (IRVGU)
એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી;
રોમનોને પત્ર 3 : 23 (IRVGU)
કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;
રોમનોને પત્ર 3 : 24 (IRVGU)
પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.
રોમનોને પત્ર 3 : 25 (IRVGU)
ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી (લોકો માટે) પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;
રોમનોને પત્ર 3 : 26 (IRVGU)
એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
રોમનોને પત્ર 3 : 27 (IRVGU)
તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.
રોમનોને પત્ર 3 : 28 (IRVGU)
માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
રોમનોને પત્ર 3 : 29 (IRVGU)
નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;
રોમનોને પત્ર 3 : 30 (IRVGU)
કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.
રોમનોને પત્ર 3 : 31 (IRVGU)
ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31