પ્રકટીકરણ 2 : 1 (IRVGU)
એફેસસની મંડળીને સંદેશ એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે; જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે, જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે
પ્રકટીકરણ 2 : 2 (IRVGU)
તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી,
પ્રકટીકરણ 2 : 3 (IRVGU)
વળી તું ધીરજ રાખે છે, તથા મારા નામની ખાતર તેં સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી;
પ્રકટીકરણ 2 : 4 (IRVGU)
તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.
પ્રકટીકરણ 2 : 5 (IRVGU)
એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ.
પ્રકટીકરણ 2 : 6 (IRVGU)
પણ તારામાં એટલું છે કે તું નીકોલાયતીઓ સ્વચ્છંદીઓના કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે.
પ્રકટીકરણ 2 : 7 (IRVGU)
પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.
પ્રકટીકરણ 2 : 8 (IRVGU)
સ્મર્નાની મંડળીને સંદેશ સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે
પ્રકટીકરણ 2 : 9 (IRVGU)
હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.
પ્રકટીકરણ 2 : 10 (IRVGU)
તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.
પ્રકટીકરણ 2 : 11 (IRVGU)
આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.
પ્રકટીકરણ 2 : 12 (IRVGU)
પેર્ગામમની મંડળીને સંદેશ પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે; જેની પાસે બેધારી તીક્ષ્ણ તરવાર છે તે આ વાતો કહે છે કે
પ્રકટીકરણ 2 : 13 (IRVGU)
તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.
પ્રકટીકરણ 2 : 14 (IRVGU)
તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે;
પ્રકટીકરણ 2 : 15 (IRVGU)
એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે.
પ્રકટીકરણ 2 : 16 (IRVGU)
તેથી પસ્તાવો કર; નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ.
પ્રકટીકરણ 2 : 17 (IRVGU)
આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી.
પ્રકટીકરણ 2 : 18 (IRVGU)
થુઆતૈરાની મંડળીને સંદેશ થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે, ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે
પ્રકટીકરણ 2 : 19 (IRVGU)
તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.
પ્રકટીકરણ 2 : 20 (IRVGU)
તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે; તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.
પ્રકટીકરણ 2 : 21 (IRVGU)
તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી.
પ્રકટીકરણ 2 : 22 (IRVGU)
જુઓ, હું તેને પથારીવશ કરું છું. તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.
પ્રકટીકરણ 2 : 23 (IRVGU)
મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ; જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું; તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.
પ્રકટીકરણ 2 : 24 (IRVGU)
પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તે શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના 'ઊંડા મર્મો' (જેમ તેઓ કહે છે તેમ) જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ;
પ્રકટીકરણ 2 : 25 (IRVGU)
તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો.
પ્રકટીકરણ 2 : 26 (IRVGU)
જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ;
પ્રકટીકરણ 2 : 27 (IRVGU)
તે લોખંડના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે; મને પણ મારા પિતા પાસેથી એવો જ અધિકાર મળેલો છે;
પ્રકટીકરણ 2 : 28 (IRVGU)
વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.
પ્રકટીકરણ 2 : 29 (IRVGU)
આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29