પ્રકટીકરણ 19 : 1 (IRVGU)
તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે 'હાલેલુયા, ઉદ્ધાર આપણા તથા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.'
પ્રકટીકરણ 19 : 2 (IRVGU)
કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે.
પ્રકટીકરણ 19 : 3 (IRVGU)
તેઓએ ફરીથી કહ્યું કે, 'હાલેલુયા, તેનો (વારાંગનાનો) ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.'
પ્રકટીકરણ 19 : 4 (IRVGU)
રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત કરીને કહ્યું, 'આમીન, હાલેલુયા.'
પ્રકટીકરણ 19 : 6 (IRVGU)
રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, 'આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.'
પ્રકટીકરણ 19 : 7 (IRVGU)
મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે. આપણે આનંદ કરીએ અને તેમને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.
પ્રકટીકરણ 19 : 8 (IRVGU)
તેજસ્વી શુદ્ધ તથા બારીક શણનું વસ્ત્ર તેને પહેરવા આપ્યું છે, તે બારીક વસ્ત્ર સંતોના ન્યાયીપણાને દર્શાવે છે.
પ્રકટીકરણ 19 : 9 (IRVGU)
સ્વર્ગદૂતે મને કહ્યું કે, 'તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,' તે મને એમ પણ કહે છે કે, 'આ તો ઈશ્વરના સત્ય વચનો છે.'
પ્રકટીકરણ 19 : 10 (IRVGU)
હું તેમને ભજવાને હું તેમના પગે પડ્યો, પણ તેમણે મને કહ્યું કે, 'જોજે, એવું ન કર, હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું; ઈશ્વરનું ભજન કર; કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.'
પ્રકટીકરણ 19 : 11 (IRVGU)
શ્વેત ઘોડા પર રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે 'વિશ્વાસુ તથા સત્ય' છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે.
પ્રકટીકરણ 19 : 12 (IRVGU)
અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.
પ્રકટીકરણ 19 : 13 (IRVGU)
લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે.
પ્રકટીકરણ 19 : 14 (IRVGU)
સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.
પ્રકટીકરણ 19 : 15 (IRVGU)
તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી વિદેશીઓને તે મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષકુંડ તે ખૂંદે છે.
પ્રકટીકરણ 19 : 16 (IRVGU)
તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે 'રાજાઓનો રાજા તથા પ્રભુ.'
પ્રકટીકરણ 19 : 17 (IRVGU)
મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, 'તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ;
પ્રકટીકરણ 19 : 18 (IRVGU)
એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”
પ્રકટીકરણ 19 : 19 (IRVGU)
પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા.
પ્રકટીકરણ 19 : 20 (IRVGU)
હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ ફેંકવામાં આવ્યા.
પ્રકટીકરણ 19 : 21 (IRVGU)
અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21