ગીતશાસ્ત્ર 99 : 1 (IRVGU)
યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. [QBR] તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો. [QBR]
ગીતશાસ્ત્ર 99 : 2 (IRVGU)
યહોવાહ સિયોનમાં મહાન છે; [QBR] તે સર્વ લોકો કરતાં ઊંચા છે. [QBR]
ગીતશાસ્ત્ર 99 : 3 (IRVGU)
તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; [QBR] તે પવિત્ર છે.   [QBR]
ગીતશાસ્ત્ર 99 : 4 (IRVGU)
રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. [QBR] તમે ન્યાયને સ્થાપન કરો છો; [QBR] તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. [QBR]
ગીતશાસ્ત્ર 99 : 5 (IRVGU)
આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ [QBR] અને તેમના પાયાસન પાસે ભજન કરો. [QBR] તે પવિત્ર છે.   [QBR]
ગીતશાસ્ત્ર 99 : 6 (IRVGU)
તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને [QBR] અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ [QBR] યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. [QBR]
ગીતશાસ્ત્ર 99 : 7 (IRVGU)
તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. [QBR] તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ [QBR] અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 99 : 8 (IRVGU)
હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. [QBR] જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, [QBR] તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. [QBR]
ગીતશાસ્ત્ર 99 : 9 (IRVGU)
આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો [QBR] અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, [QBR] કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે. [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: