ગીતશાસ્ત્ર 98 : 1 (IRVGU)
યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
ગીતશાસ્ત્ર 98 : 2 (IRVGU)
યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
ગીતશાસ્ત્ર 98 : 3 (IRVGU)
તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
ગીતશાસ્ત્ર 98 : 4 (IRVGU)
હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
ગીતશાસ્ત્ર 98 : 5 (IRVGU)
વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
ગીતશાસ્ત્ર 98 : 6 (IRVGU)
તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
ગીતશાસ્ત્ર 98 : 7 (IRVGU)
સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
ગીતશાસ્ત્ર 98 : 8 (IRVGU)
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
ગીતશાસ્ત્ર 98 : 9 (IRVGU)
યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

1 2 3 4 5 6 7 8 9