ગીતશાસ્ત્ર 97 : 1 (IRVGU)
યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
ગીતશાસ્ત્ર 97 : 2 (IRVGU)
વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.
ગીતશાસ્ત્ર 97 : 3 (IRVGU)
અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
ગીતશાસ્ત્ર 97 : 4 (IRVGU)
તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.
ગીતશાસ્ત્ર 97 : 5 (IRVGU)
યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
ગીતશાસ્ત્ર 97 : 6 (IRVGU)
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
ગીતશાસ્ત્ર 97 : 7 (IRVGU)
મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ બદનામ થાઓ.
ગીતશાસ્ત્ર 97 : 8 (IRVGU)
હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
ગીતશાસ્ત્ર 97 : 9 (IRVGU)
કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
ગીતશાસ્ત્ર 97 : 10 (IRVGU)
હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
ગીતશાસ્ત્ર 97 : 11 (IRVGU)
ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
ગીતશાસ્ત્ર 97 : 12 (IRVGU)
હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12