ગીતશાસ્ત્ર 96 : 1 (IRVGU)
યહોવાહની આગળ નવું ગીત ગાઓ; [QBR] આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 2 (IRVGU)
યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; [QBR] તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 3 (IRVGU)
વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, [QBR] સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 4 (IRVGU)
કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. [QBR] સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 5 (IRVGU)
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, [QBR] પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 6 (IRVGU)
ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. [QBR] સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 7 (IRVGU)
લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, [QBR] ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 8 (IRVGU)
યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. [QBR] અર્પણ લઈને તેમના આંગણામાં આવો. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 9 (IRVGU)
પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. [QBR] આખી પૃથ્વી, તેમની આગળ કંપો. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 10 (IRVGU)
વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” [QBR] જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. [QBR] તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 11 (IRVGU)
આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; [QBR] સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો. [QBR]
ગીતશાસ્ત્ર 96 : 12 (IRVGU)
ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. [QBR] વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે [QBR]
ગીતશાસ્ત્ર 96 : 13 (IRVGU)
યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. [QBR] તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. [QBR] તે પ્રમાણિકપણે જગતનો [QBR] અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: