Psalms 95 : 1 (IRVGU)
આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; [QBR] આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. [QBR]
Psalms 95 : 2 (IRVGU)
આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; [QBR] આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. [QBR]
Psalms 95 : 3 (IRVGU)
કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે [QBR] અને તે સર્વ દેવો પર મોટા રાજા છે. [QBR]
Psalms 95 : 4 (IRVGU)
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; [QBR] પર્વતોનાં શિખરો પણ તેમનાં છે. [QBR]
Psalms 95 : 5 (IRVGU)
સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે [QBR] અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. [QBR]
Psalms 95 : 6 (IRVGU)
આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; [QBR] આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. [QBR]
Psalms 95 : 7 (IRVGU)
કારણ કે તે આપણા ઈશ્વર છે [QBR] અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. [QBR] આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! [QBR]
Psalms 95 : 8 (IRVGU)
“મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, [QBR] અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, [QBR]
Psalms 95 : 9 (IRVGU)
જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી [QBR] અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. [QBR]
Psalms 95 : 10 (IRVGU)
કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો [QBR] અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; [QBR] તેઓ મારા માર્ગો જાણતા નથી.' [QBR]
Psalms 95 : 11 (IRVGU)
માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા [QBR] કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: