ગીતશાસ્ત્ર 92 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
ગીતશાસ્ત્ર 92 : 2 (IRVGU)
સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
ગીતશાસ્ત્ર 92 : 3 (IRVGU)
દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 92 : 4 (IRVGU)
કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
ગીતશાસ્ત્ર 92 : 5 (IRVGU)
હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
ગીતશાસ્ત્ર 92 : 6 (IRVGU)
અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
ગીતશાસ્ત્ર 92 : 7 (IRVGU)
જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
ગીતશાસ્ત્ર 92 : 8 (IRVGU)
પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
ગીતશાસ્ત્ર 92 : 9 (IRVGU)
તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
ગીતશાસ્ત્ર 92 : 10 (IRVGU)
તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
ગીતશાસ્ત્ર 92 : 11 (IRVGU)
મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
ગીતશાસ્ત્ર 92 : 12 (IRVGU)
ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
ગીતશાસ્ત્ર 92 : 13 (IRVGU)
જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
ગીતશાસ્ત્ર 92 : 14 (IRVGU)
વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
ગીતશાસ્ત્ર 92 : 15 (IRVGU)
જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15