ગીતશાસ્ત્ર 88 : 1 (IRVGU)
હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
ગીતશાસ્ત્ર 88 : 2 (IRVGU)
મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
ગીતશાસ્ત્ર 88 : 3 (IRVGU)
કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 88 : 4 (IRVGU)
કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
ગીતશાસ્ત્ર 88 : 5 (IRVGU)
મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
ગીતશાસ્ત્ર 88 : 6 (IRVGU)
તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
ગીતશાસ્ત્ર 88 : 7 (IRVGU)
મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
ગીતશાસ્ત્ર 88 : 8 (IRVGU)
કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
ગીતશાસ્ત્ર 88 : 9 (IRVGU)
દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
ગીતશાસ્ત્ર 88 : 10 (IRVGU)
શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 88 : 11 (IRVGU)
શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
ગીતશાસ્ત્ર 88 : 12 (IRVGU)
શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
ગીતશાસ્ત્ર 88 : 13 (IRVGU)
પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
ગીતશાસ્ત્ર 88 : 14 (IRVGU)
હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
ગીતશાસ્ત્ર 88 : 15 (IRVGU)
મારી યુવાવસ્થાથી મારા પર દુ:ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
ગીતશાસ્ત્ર 88 : 16 (IRVGU)
તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
ગીતશાસ્ત્ર 88 : 17 (IRVGU)
તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
ગીતશાસ્ત્ર 88 : 18 (IRVGU)
તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18