ગીતશાસ્ત્ર 87 : 1 (IRVGU)
નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
ગીતશાસ્ત્ર 87 : 2 (IRVGU)
યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
ગીતશાસ્ત્ર 87 : 3 (IRVGU)
હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 87 : 4 (IRVGU)
હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
ગીતશાસ્ત્ર 87 : 5 (IRVGU)
વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
ગીતશાસ્ત્ર 87 : 6 (IRVGU)
યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 87 : 7 (IRVGU)
વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

1 2 3 4 5 6 7