Psalms 85 : 1 (IRVGU)
હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. [QBR]
Psalms 85 : 2 (IRVGU)
તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. [QBR]
Psalms 85 : 3 (IRVGU)
તેથી હવે તમારા કોપનો; [QBR] ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. [QBR]
Psalms 85 : 4 (IRVGU)
હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. [QBR]
Psalms 85 : 5 (IRVGU)
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? [QBR]
Psalms 85 : 6 (IRVGU)
શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? [QBR] ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. [QBR]
Psalms 85 : 7 (IRVGU)
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમારો ઉદ્ધાર કરો. [QBR]
Psalms 85 : 8 (IRVGU)
યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, [QBR] કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. [QBR] પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. [QBR]
Psalms 85 : 9 (IRVGU)
જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; [QBR] બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. [QBR]
Psalms 85 : 10 (IRVGU)
કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; [QBR] ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. [QBR]
Psalms 85 : 11 (IRVGU)
પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. [QBR] અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. [QBR]
Psalms 85 : 12 (IRVGU)
હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; [QBR] અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. [QBR]
Psalms 85 : 13 (IRVGU)
તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, [QBR] અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે. [PE]
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13