ગીતશાસ્ત્ર 82 : 1 (IRVGU)
ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
ગીતશાસ્ત્ર 82 : 2 (IRVGU)
તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? QSS સેલાહ SE
ગીતશાસ્ત્ર 82 : 3 (IRVGU)
ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
ગીતશાસ્ત્ર 82 : 4 (IRVGU)
ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
ગીતશાસ્ત્ર 82 : 5 (IRVGU)
તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
ગીતશાસ્ત્ર 82 : 6 (IRVGU)
મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
ગીતશાસ્ત્ર 82 : 7 (IRVGU)
તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
ગીતશાસ્ત્ર 82 : 8 (IRVGU)
હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

1 2 3 4 5 6 7 8