ગીતશાસ્ત્ર 8 : 1 (IRVGU)
હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! [QBR] તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 8 : 2 (IRVGU)
તમારા શત્રુઓને કારણે, [QBR] તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, [QBR] શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. [QBR]
ગીતશાસ્ત્ર 8 : 3 (IRVGU)
આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, [QBR] ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, [QBR]
ગીતશાસ્ત્ર 8 : 4 (IRVGU)
ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? [QBR] અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? [QBR]
ગીતશાસ્ત્ર 8 : 5 (IRVGU)
કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે [QBR] અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 8 : 6 (IRVGU)
તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; [QBR] તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: [QBR]
ગીતશાસ્ત્ર 8 : 7 (IRVGU)
સર્વ ઘેટાં અને બળદો [QBR] અને વન્ય પશુઓ, [QBR]
ગીતશાસ્ત્ર 8 : 8 (IRVGU)
આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, [QBR] હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 8 : 9 (IRVGU)
હે યહોવાહ, અમારા પ્રભુ, [QBR] આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે! [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: