Psalms 79 : 1 (IRVGU)
હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; [QBR] તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; [QBR] તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે. [QBR]
Psalms 79 : 2 (IRVGU)
તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે [QBR] તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે. [QBR]
Psalms 79 : 3 (IRVGU)
તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે [QBR] અને તેઓને દફનાવનાર કોઈ નથી. [QBR]
Psalms 79 : 4 (IRVGU)
અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, [QBR] જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ. [QBR]
Psalms 79 : 5 (IRVGU)
હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? [QBR] શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે? [QBR]
Psalms 79 : 6 (IRVGU)
જે વિદેશીઓ તમને જાણતા નથી [QBR] અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો. [QBR]
Psalms 79 : 7 (IRVGU)
કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે [QBR] અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે. [QBR]
Psalms 79 : 8 (IRVGU)
અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; [QBR] અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ, [QBR] કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ. [QBR]
Psalms 79 : 9 (IRVGU)
હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; [QBR] તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો. [QBR]
Psalms 79 : 10 (IRVGU)
વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “તેઓના ઈશ્વર ક્યાં છે?” [QBR] અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા [QBR] લોહીનો બદલો વિદેશીઓને આપો. [QBR]
Psalms 79 : 11 (IRVGU)
બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; [QBR] જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો. [QBR]
Psalms 79 : 12 (IRVGU)
હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે, [QBR] તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો. [QBR]
Psalms 79 : 13 (IRVGU)
જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં [QBR] નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું. [QBR] પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: