Psalms 77 : 1 (IRVGU)
હું ઈશ્વરની આગળ મારી વાણી પોકારીશ; [QBR] હું મારી વાણીથી ઈશ્વરને પોકારીશ અને ઈશ્વર મારું સાંભળશે. [QBR]
Psalms 77 : 2 (IRVGU)
મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. [QBR] મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; [QBR] મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી. [QBR]
Psalms 77 : 3 (IRVGU)
હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; [QBR] હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. સેલાહ [QBR]
Psalms 77 : 4 (IRVGU)
તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; [QBR] હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો. [QBR]
Psalms 77 : 5 (IRVGU)
હું અગાઉના દિવસોનો, [QBR] પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું. [QBR]
Psalms 77 : 6 (IRVGU)
રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. [QBR] હું ઘણી ગંભીરતાથી વિચારું છું. [QBR]
Psalms 77 : 7 (IRVGU)
શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? [QBR] શું તે ફરી પ્રસન્ન થશે નહિ? [QBR]
Psalms 77 : 8 (IRVGU)
શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? [QBR] શું તેમનું વચન સદાકાળ રદ જશે? [QBR]
Psalms 77 : 9 (IRVGU)
અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? [QBR] શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
Psalms 77 : 10 (IRVGU)
મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: [QBR] પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.” [QBR]
Psalms 77 : 11 (IRVGU)
પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; [QBR] તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ. [QBR]
Psalms 77 : 12 (IRVGU)
હું તમારાં સર્વ કામોનું મનન કરીશ [QBR] અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ. [QBR]
Psalms 77 : 13 (IRVGU)
હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, [QBR] આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે? [QBR]
Psalms 77 : 14 (IRVGU)
તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; [QBR] તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. [QBR]
Psalms 77 : 15 (IRVGU)
તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, [QBR] એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે. [QBR]
Psalms 77 : 16 (IRVGU)
હે ઈશ્વર, પાણીએ તમને જોયા; [QBR] પાણી તમને જોઈને ગભરાયાં; [QBR] ઊંડાણો પણ ધ્રૂજ્યાં. [QBR]
Psalms 77 : 17 (IRVGU)
વાદળોએ પાણી વરસાવ્યાં; [QBR] આકાશે ગર્જના કરી; [QBR] તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં. [QBR]
Psalms 77 : 18 (IRVGU)
તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; [QBR] વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; [QBR] પૃથ્વી કાંપી તથા હચમચી. [QBR]
Psalms 77 : 19 (IRVGU)
તમારો માર્ગ તો સમુદ્રમાં [QBR] અને તમારી વાટો મહાજળમાં હતી, [QBR] પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ. [QBR]
Psalms 77 : 20 (IRVGU)
તમે મૂસા તથા હારુનની મારફતે [QBR] તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: