ગીતશાસ્ત્ર 77 : 1 (IRVGU)
હું ઈશ્વરની આગળ મારી વાણી પોકારીશ; હું મારી વાણીથી ઈશ્વરને પોકારીશ અને ઈશ્વર મારું સાંભળશે.
ગીતશાસ્ત્ર 77 : 2 (IRVGU)
મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.
ગીતશાસ્ત્ર 77 : 3 (IRVGU)
હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. QSS સેલાહ SE
ગીતશાસ્ત્ર 77 : 4 (IRVGU)
તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.
ગીતશાસ્ત્ર 77 : 5 (IRVGU)
હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.
ગીતશાસ્ત્ર 77 : 6 (IRVGU)
રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. હું ઘણી ગંભીરતાથી વિચારું છું.
ગીતશાસ્ત્ર 77 : 7 (IRVGU)
શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
ગીતશાસ્ત્ર 77 : 8 (IRVGU)
શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
ગીતશાસ્ત્ર 77 : 9 (IRVGU)
અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 77 : 10 (IRVGU)
મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”
ગીતશાસ્ત્ર 77 : 11 (IRVGU)
પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.
ગીતશાસ્ત્ર 77 : 12 (IRVGU)
હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
ગીતશાસ્ત્ર 77 : 13 (IRVGU)
હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
ગીતશાસ્ત્ર 77 : 14 (IRVGU)
તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
ગીતશાસ્ત્ર 77 : 15 (IRVGU)
તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
ગીતશાસ્ત્ર 77 : 16 (IRVGU)
હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
ગીતશાસ્ત્ર 77 : 17 (IRVGU)
વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
ગીતશાસ્ત્ર 77 : 18 (IRVGU)
તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.
ગીતશાસ્ત્ર 77 : 19 (IRVGU)
તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.
ગીતશાસ્ત્ર 77 : 20 (IRVGU)
તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20