ગીતશાસ્ત્ર 76 : 1 (IRVGU)
યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
ગીતશાસ્ત્ર 76 : 2 (IRVGU)
તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
ગીતશાસ્ત્ર 76 : 3 (IRVGU)
ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 76 : 4 (IRVGU)
સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
ગીતશાસ્ત્ર 76 : 5 (IRVGU)
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
ગીતશાસ્ત્ર 76 : 6 (IRVGU)
હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
ગીતશાસ્ત્ર 76 : 7 (IRVGU)
તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
ગીતશાસ્ત્ર 76 : 8 (IRVGU)
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
ગીતશાસ્ત્ર 76 : 9 (IRVGU)
હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 76 : 10 (IRVGU)
નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.
ગીતશાસ્ત્ર 76 : 11 (IRVGU)
તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
ગીતશાસ્ત્ર 76 : 12 (IRVGU)
તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12