ગીતશાસ્ત્ર 75 : 1 (IRVGU)
હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
ગીતશાસ્ત્ર 75 : 2 (IRVGU)
પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
ગીતશાસ્ત્ર 75 : 3 (IRVGU)
જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 75 : 4 (IRVGU)
મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
ગીતશાસ્ત્ર 75 : 5 (IRVGU)
તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
ગીતશાસ્ત્ર 75 : 6 (IRVGU)
ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
ગીતશાસ્ત્ર 75 : 7 (IRVGU)
પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
ગીતશાસ્ત્ર 75 : 8 (IRVGU)
કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
ગીતશાસ્ત્ર 75 : 9 (IRVGU)
પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
ગીતશાસ્ત્ર 75 : 10 (IRVGU)
તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”

1 2 3 4 5 6 7 8 9 10