ગીતશાસ્ત્ર 75 : 1 (IRVGU)
હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; [QBR] અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; [QBR] લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 2 (IRVGU)
પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 3 (IRVGU)
જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, [QBR] તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
ગીતશાસ્ત્ર 75 : 4 (IRVGU)
મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” [QBR] અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 5 (IRVGU)
તમારું શિંગ ઊંચું ન કરો; [QBR] અભિમાન સાથે ન બોલો.” [QBR]
ગીતશાસ્ત્ર 75 : 6 (IRVGU)
ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, [QBR] ના તો અરણ્યમાંથી. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 7 (IRVGU)
પણ ઈશ્વર ન્યાયાધીશ છે; [QBR] તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 8 (IRVGU)
કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, [QBR] તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. [QBR] નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 9 (IRVGU)
પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; [QBR] હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. [QBR]
ગીતશાસ્ત્ર 75 : 10 (IRVGU)
તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, [QBR] પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: