Psalms 72 : 1 (IRVGU)
હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, [QBR] રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો. [QBR]
Psalms 72 : 2 (IRVGU)
તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય [QBR] અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે. [QBR]
Psalms 72 : 3 (IRVGU)
પર્વતો લોકોને શાંતિ આપો; [QBR] ડુંગરો ન્યાયીપણું આપો. [QBR]
Psalms 72 : 4 (IRVGU)
તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; [QBR] તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે [QBR] અને જુલમગારને છૂંદી નાખશે. [QBR]
Psalms 72 : 5 (IRVGU)
સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી [QBR] તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે. [QBR]
Psalms 72 : 6 (IRVGU)
જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, [QBR] અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. [QBR]
Psalms 72 : 7 (IRVGU)
તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે [QBR] અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે. [QBR]
Psalms 72 : 8 (IRVGU)
વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી [QBR] અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે. [QBR]
Psalms 72 : 9 (IRVGU)
જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; [QBR] તેમના શત્રુઓ ધૂળ ચાટશે. [QBR]
Psalms 72 : 10 (IRVGU)
તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; [QBR] શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે. [QBR]
Psalms 72 : 11 (IRVGU)
સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; [QBR] સર્વ દેશનાઓ તેમની સેવા કરશે. [QBR]
Psalms 72 : 12 (IRVGU)
કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે [QBR] અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. [QBR]
Psalms 72 : 13 (IRVGU)
તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે [QBR] અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે. [QBR]
Psalms 72 : 14 (IRVGU)
તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે [QBR] અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે. [QBR]
Psalms 72 : 15 (IRVGU)
રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. [QBR] લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; [QBR] ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે. [QBR]
Psalms 72 : 16 (IRVGU)
દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; [QBR] તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે [QBR] અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે. [QBR]
Psalms 72 : 17 (IRVGU)
રાજાનું નામ સર્વદા રહેશે; [QBR] સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; [QBR] તેમનામાં લોકો આશીર્વાદ પામશે. [QBR] સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે. [QBR]
Psalms 72 : 18 (IRVGU)
યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, [QBR] એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે. [QBR]
Psalms 72 : 19 (IRVGU)
સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો [QBR] અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. [QBR] આમેન તથા આમેન. [QBR]
Psalms 72 : 20 (IRVGU)
યશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: