ગીતશાસ્ત્ર 7 : 1 (IRVGU)
હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! [QBR] જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 2 (IRVGU)
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, [QBR] મને છોડાવનાર કોઈ મળે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 3 (IRVGU)
હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી; [QBR] મારા હાથમાં કંઈ બૂરાઈ નથી. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 4 (IRVGU)
મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી, [QBR] વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 5 (IRVGU)
જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે; [QBR] મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે [QBR] અને મારું માન ધૂળમાં મેળવી દે. સેલાહ
ગીતશાસ્ત્ર 7 : 6 (IRVGU)
હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો; [QBR] મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ; [QBR] મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 7 (IRVGU)
દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; [QBR] તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 8 (IRVGU)
યહોવાહ લોકોનો ન્યાય કરે છે; [QBR] હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 9 (IRVGU)
દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, [QBR] ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 10 (IRVGU)
મારી ઢાલ ઈશ્વર છે, [QBR] તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 11 (IRVGU)
ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, [QBR] ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 12 (IRVGU)
જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તરવાર તીક્ષ્ણ કરશે [QBR] તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 13 (IRVGU)
તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; [QBR] અને પોતાનાં બાણને બળતાં કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 14 (IRVGU)
તે ભૂંડાઈથી કષ્ટાય છે, [QBR] તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 15 (IRVGU)
તેણે ખાડો ખોદ્યો છે [QBR] અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 16 (IRVGU)
તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, [QBR] કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે. [QBR]
ગીતશાસ્ત્ર 7 : 17 (IRVGU)
હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; [QBR] હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: