Psalms 69 : 1 (IRVGU)
હે ઈશ્વર, મારો બચાવ કરો; [QBR] કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે. [QBR]
Psalms 69 : 2 (IRVGU)
હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; [QBR] હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે. [QBR]
Psalms 69 : 3 (IRVGU)
હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; [QBR] મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે. [QBR]
Psalms 69 : 4 (IRVGU)
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; [QBR] જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; [QBR] જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે. [QBR]
Psalms 69 : 5 (IRVGU)
હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો [QBR] અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી. [QBR]
Psalms 69 : 6 (IRVGU)
હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; [QBR] હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય. [QBR]
Psalms 69 : 7 (IRVGU)
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. [QBR] મારા મુખ પર શરમ પથરાયેલી છે. [QBR]
Psalms 69 : 8 (IRVGU)
હું મારા ભાઈઓને પારકા જેવો [QBR] અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું. [QBR]
Psalms 69 : 9 (IRVGU)
કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે [QBR] અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે. [QBR]
Psalms 69 : 10 (IRVGU)
જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, [QBR] ત્યારે તેને લીધે મારી નિંદા થઈ. [QBR]
Psalms 69 : 11 (IRVGU)
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, [QBR] ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો. [QBR]
Psalms 69 : 12 (IRVGU)
જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; [QBR] છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે. [QBR]
Psalms 69 : 13 (IRVGU)
પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; [QBR] તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો. [QBR]
Psalms 69 : 14 (IRVGU)
મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; [QBR] જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો. [QBR]
Psalms 69 : 15 (IRVGU)
પાણીની રેલ મને ન ડુબાડો, [QBR] ઊંડાણ મને ગળી ન જાઓ. [QBR] કબર મારા પર તેનું મુખ બંધ ન કરો. [QBR]
Psalms 69 : 16 (IRVGU)
હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; [QBR] કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો. [QBR]
Psalms 69 : 17 (IRVGU)
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, [QBR] કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો. [QBR]
Psalms 69 : 18 (IRVGU)
મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; [QBR] મને મારા શત્રુઓથી મુક્ત કરો. [QBR]
Psalms 69 : 19 (IRVGU)
તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; [QBR] મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે. [QBR]
Psalms 69 : 20 (IRVGU)
નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; [QBR] મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; [QBR] મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ. [QBR]
Psalms 69 : 21 (IRVGU)
તેઓએ મને ખોરાકને માટે પિત્ત આપ્યું છે; [QBR] મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો. [QBR]
Psalms 69 : 22 (IRVGU)
તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; [QBR] જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ. [QBR]
Psalms 69 : 23 (IRVGU)
તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; [QBR] અને તેઓની કમરો નિત્ય કાંપે. [QBR]
Psalms 69 : 24 (IRVGU)
તેઓના ઉપર તમારો કોપ વરસાવો [QBR] અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો. [QBR]
Psalms 69 : 25 (IRVGU)
તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; [QBR] તેઓના તંબુમાં કોઈ ન રહો. [QBR]
Psalms 69 : 26 (IRVGU)
કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; [QBR] જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે. [QBR]
Psalms 69 : 27 (IRVGU)
તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; [QBR] તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો. [QBR]
Psalms 69 : 28 (IRVGU)
જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો [QBR] અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ. [QBR]
Psalms 69 : 29 (IRVGU)
પણ હું તો ગરીબ તથા દુઃખી છું; [QBR] હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો. [QBR]
Psalms 69 : 30 (IRVGU)
હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ [QBR] અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ. [QBR]
Psalms 69 : 31 (IRVGU)
તે સ્તુતિ બળદના કરતાં [QBR] અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે. [QBR]
Psalms 69 : 32 (IRVGU)
નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; [QBR] હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો. [QBR]
Psalms 69 : 33 (IRVGU)
કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે [QBR] અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી. [QBR]
Psalms 69 : 34 (IRVGU)
આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, [QBR] સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો. [QBR]
Psalms 69 : 35 (IRVGU)
કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; [QBR] લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે. [QBR]
Psalms 69 : 36 (IRVGU)
તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; [QBR] અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: