ગીતશાસ્ત્ર 63 : 1 (IRVGU)
હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
ગીતશાસ્ત્ર 63 : 2 (IRVGU)
તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
ગીતશાસ્ત્ર 63 : 3 (IRVGU)
કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્ર 63 : 4 (IRVGU)
હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
ગીતશાસ્ત્ર 63 : 5 (IRVGU)
હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું
ગીતશાસ્ત્ર 63 : 6 (IRVGU)
મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
ગીતશાસ્ત્ર 63 : 7 (IRVGU)
કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
ગીતશાસ્ત્ર 63 : 8 (IRVGU)
મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
ગીતશાસ્ત્ર 63 : 9 (IRVGU)
પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
ગીતશાસ્ત્ર 63 : 10 (IRVGU)
તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
ગીતશાસ્ત્ર 63 : 11 (IRVGU)
પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 11