ગીતશાસ્ત્ર 62 : 1 (IRVGU)
મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
ગીતશાસ્ત્ર 62 : 2 (IRVGU)
તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.
ગીતશાસ્ત્ર 62 : 3 (IRVGU)
જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગએલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
ગીતશાસ્ત્ર 62 : 4 (IRVGU)
તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.
ગીતશાસ્ત્ર 62 : 5 (IRVGU)
હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.
ગીતશાસ્ત્ર 62 : 6 (IRVGU)
તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.
ગીતશાસ્ત્ર 62 : 7 (IRVGU)
ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
ગીતશાસ્ત્ર 62 : 8 (IRVGU)
હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 62 : 9 (IRVGU)
નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
ગીતશાસ્ત્ર 62 : 10 (IRVGU)
જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.
ગીતશાસ્ત્ર 62 : 11 (IRVGU)
ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે.
ગીતશાસ્ત્ર 62 : 12 (IRVGU)
વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12