ગીતશાસ્ત્ર 61 : 1 (IRVGU)
હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
ગીતશાસ્ત્ર 61 : 2 (IRVGU)
જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
ગીતશાસ્ત્ર 61 : 3 (IRVGU)
કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
ગીતશાસ્ત્ર 61 : 4 (IRVGU)
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 61 : 5 (IRVGU)
કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
ગીતશાસ્ત્ર 61 : 6 (IRVGU)
તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
ગીતશાસ્ત્ર 61 : 7 (IRVGU)
તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
ગીતશાસ્ત્ર 61 : 8 (IRVGU)
હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.
❮
❯