ગીતશાસ્ત્ર 60 : 1 (IRVGU)
હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.
ગીતશાસ્ત્ર 60 : 2 (IRVGU)
તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
ગીતશાસ્ત્ર 60 : 3 (IRVGU)
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
ગીતશાસ્ત્ર 60 : 4 (IRVGU)
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.
ગીતશાસ્ત્ર 60 : 5 (IRVGU)
કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.
ગીતશાસ્ત્ર 60 : 6 (IRVGU)
ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
ગીતશાસ્ત્ર 60 : 7 (IRVGU)
ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે; એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે.
ગીતશાસ્ત્ર 60 : 8 (IRVGU)
મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ; હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ.
ગીતશાસ્ત્ર 60 : 9 (IRVGU)
મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
ગીતશાસ્ત્ર 60 : 10 (IRVGU)
પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
ગીતશાસ્ત્ર 60 : 11 (IRVGU)
અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
ગીતશાસ્ત્ર 60 : 12 (IRVGU)
ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12