Psalms 6 : 1 (IRVGU)
હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ [QBR] અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ. [QBR]
Psalms 6 : 2 (IRVGU)
હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; [QBR] હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે. [QBR]
Psalms 6 : 3 (IRVGU)
મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. [QBR] પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી? [QBR]
Psalms 6 : 4 (IRVGU)
હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. [QBR] તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! [QBR]
Psalms 6 : 5 (IRVGU)
કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. [QBR] શેઓલમાં તમારો આભાર કોણ માનશે? [QBR]
Psalms 6 : 6 (IRVGU)
હું નિસાસા નાખીને થાકી ગયો છું. [QBR] દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; [QBR] હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. [QBR]
Psalms 6 : 7 (IRVGU)
રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; [QBR] મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. [QBR]
Psalms 6 : 8 (IRVGU)
ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; [QBR] કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે. [QBR]
Psalms 6 : 9 (IRVGU)
યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; [QBR] યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. [QBR]
Psalms 6 : 10 (IRVGU)
મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. [QBR] તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: