ગીતશાસ્ત્ર 56 : 1 (IRVGU)
હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
ગીતશાસ્ત્ર 56 : 2 (IRVGU)
મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
ગીતશાસ્ત્ર 56 : 3 (IRVGU)
જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
ગીતશાસ્ત્ર 56 : 4 (IRVGU)
હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
ગીતશાસ્ત્ર 56 : 5 (IRVGU)
તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
ગીતશાસ્ત્ર 56 : 6 (IRVGU)
તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
ગીતશાસ્ત્ર 56 : 7 (IRVGU)
તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
ગીતશાસ્ત્ર 56 : 8 (IRVGU)
તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
ગીતશાસ્ત્ર 56 : 9 (IRVGU)
જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.
ગીતશાસ્ત્ર 56 : 10 (IRVGU)
ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 56 : 11 (IRVGU)
ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
ગીતશાસ્ત્ર 56 : 12 (IRVGU)
હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
ગીતશાસ્ત્ર 56 : 13 (IRVGU)
કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13