Psalms 55 : 1 (IRVGU)
હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; [QBR] અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ. [QBR]
Psalms 55 : 2 (IRVGU)
મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; [QBR] હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું. [QBR]
Psalms 55 : 3 (IRVGU)
દુશ્મનોના અવાજને લીધે [QBR] અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; [QBR] કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે [QBR] અને ક્રોધથી મને સતાવે છે. [QBR]
Psalms 55 : 4 (IRVGU)
મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે [QBR] અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે. [QBR]
Psalms 55 : 5 (IRVGU)
મને ત્રાસથી ધ્રૂજારી આવે છે [QBR] અને ભયથી ઘેરાયેલો છું. [QBR]
Psalms 55 : 6 (IRVGU)
મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! [QBR] તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત. [QBR]
Psalms 55 : 7 (IRVGU)
હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત [QBR] અને ત્યાં મુકામ કરત. સેલાહ
Psalms 55 : 8 (IRVGU)
પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે [QBR] આશ્રયસ્થાને જઈ પહોંચત.” [QBR]
Psalms 55 : 9 (IRVGU)
હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, [QBR] કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે. [QBR]
Psalms 55 : 10 (IRVGU)
તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; [QBR] અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે. [QBR]
Psalms 55 : 11 (IRVGU)
તેની વચ્ચે બૂરાઈ છે; [QBR] જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી. [QBR]
Psalms 55 : 12 (IRVGU)
કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, [QBR] એ તો મારાથી સહન કરી શકાત; [QBR] મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, [QBR] એવાથી તો હું સંતાઈ રહી શકત. [QBR]
Psalms 55 : 13 (IRVGU)
પણ તે તું જ છે, તું જે મારા સરખો, [QBR] મારો સાથી અને મારો ખાસ મિત્ર. [QBR]
Psalms 55 : 14 (IRVGU)
આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; [QBR] આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા. [QBR]
Psalms 55 : 15 (IRVGU)
એકાએક તેમના પર મોત આવી પડો; [QBR] તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, [QBR] કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. [QBR]
Psalms 55 : 16 (IRVGU)
હું તો ઈશ્વરને પોકાર કરીશ [QBR] અને યહોવાહ મારો બચાવ કરશે. [QBR]
Psalms 55 : 17 (IRVGU)
હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ [QBR] અને તે મારો અવાજ સાંભળશે. [QBR]
Psalms 55 : 18 (IRVGU)
કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે [QBR] કેમ કે મારી સામે લડનારા ઘણા છે. [QBR]
Psalms 55 : 19 (IRVGU)
ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, [QBR] તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; [QBR] તેઓ ઈશ્વરથી બીતા નથી. [QBR]
Psalms 55 : 20 (IRVGU)
મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; [QBR] તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે. [QBR]
Psalms 55 : 21 (IRVGU)
તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, [QBR] પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; [QBR] તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, [QBR] પણ તે શબ્દો ખરેખર તરવારની જેમ કાપે છે. [QBR]
Psalms 55 : 22 (IRVGU)
તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; [QBR] તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી. [QBR]
Psalms 55 : 23 (IRVGU)
પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; [QBR] ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, [QBR] પણ હું તો તમારા પર ભરોસો રાખીશ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: