ગીતશાસ્ત્ર 54 : 1 (IRVGU)
હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
ગીતશાસ્ત્ર 54 : 2 (IRVGU)
હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
ગીતશાસ્ત્ર 54 : 3 (IRVGU)
કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
ગીતશાસ્ત્ર 54 : 4 (IRVGU)
જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માના આધાર છે.
ગીતશાસ્ત્ર 54 : 5 (IRVGU)
તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
ગીતશાસ્ત્ર 54 : 6 (IRVGU)
હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
ગીતશાસ્ત્ર 54 : 7 (IRVGU)
કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
❮
❯