ગીતશાસ્ત્ર 50 : 1 (IRVGU)
સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે [QBR] અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 2 (IRVGU)
સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, [QBR] તેમાંથી ઈશ્વર પ્રકાશે છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 3 (IRVGU)
આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; [QBR] તેમની આગળ અગ્નિ બાળી મૂકશે [QBR] અને તેમની આસપાસ મહાતોફાન જાગશે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 4 (IRVGU)
પોતાના લોકોનો ન્યાય કરવા [QBR] તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 5 (IRVGU)
“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; [QBR] એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.” [QBR]
ગીતશાસ્ત્ર 50 : 6 (IRVGU)
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, [QBR] કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 7 (IRVGU)
“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; [QBR] હું ઈશ્વર, તમારો ઈશ્વર છું. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 8 (IRVGU)
તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; [QBR] તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 9 (IRVGU)
હું તારી કોડમાંથી બળદ [QBR] અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 10 (IRVGU)
કારણ કે અરણ્યનું દરેક પશુ [QBR] અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 11 (IRVGU)
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું [QBR] અને જંગલના હિંસક પશુઓ મારાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 12 (IRVGU)
જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; [QBR] કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 13 (IRVGU)
શું હું બળદોનું માંસ ખાઉં? [QBR] અથવા શું હું બકરાઓનું લોહી પીઉં? [QBR]
ગીતશાસ્ત્ર 50 : 14 (IRVGU)
ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ [QBR] અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 15 (IRVGU)
સંકટને સમયે મને વિનંતિ કર; [QBR] હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”   [QBR]
ગીતશાસ્ત્ર 50 : 16 (IRVGU)
પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, [QBR] “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? [QBR] મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ? [QBR]
ગીતશાસ્ત્ર 50 : 17 (IRVGU)
છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે [QBR] અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 18 (IRVGU)
જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; [QBR] જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 19 (IRVGU)
તું ભૂંડાઈને તારું મોં સોંપે છે [QBR] અને તારી જીભ કપટ રચે છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 20 (IRVGU)
તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; [QBR] તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 21 (IRVGU)
તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, [QBR] તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. [QBR] પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.   [QBR]
ગીતશાસ્ત્ર 50 : 22 (IRVGU)
હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; [QBR] નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે. [QBR]
ગીતશાસ્ત્ર 50 : 23 (IRVGU)
જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે [QBR] અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે [QBR] તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: