ગીતશાસ્ત્ર 50 : 1 (IRVGU)
સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
ગીતશાસ્ત્ર 50 : 2 (IRVGU)
સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
ગીતશાસ્ત્ર 50 : 3 (IRVGU)
આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
ગીતશાસ્ત્ર 50 : 4 (IRVGU)
પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
ગીતશાસ્ત્ર 50 : 5 (IRVGU)
“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
ગીતશાસ્ત્ર 50 : 6 (IRVGU)
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
ગીતશાસ્ત્ર 50 : 7 (IRVGU)
“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
ગીતશાસ્ત્ર 50 : 8 (IRVGU)
તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
ગીતશાસ્ત્ર 50 : 9 (IRVGU)
હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
ગીતશાસ્ત્ર 50 : 10 (IRVGU)
કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
ગીતશાસ્ત્ર 50 : 11 (IRVGU)
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
ગીતશાસ્ત્ર 50 : 12 (IRVGU)
જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
ગીતશાસ્ત્ર 50 : 13 (IRVGU)
શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
ગીતશાસ્ત્ર 50 : 14 (IRVGU)
ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
ગીતશાસ્ત્ર 50 : 15 (IRVGU)
સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
ગીતશાસ્ત્ર 50 : 16 (IRVGU)
પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
ગીતશાસ્ત્ર 50 : 17 (IRVGU)
છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
ગીતશાસ્ત્ર 50 : 18 (IRVGU)
જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
ગીતશાસ્ત્ર 50 : 19 (IRVGU)
તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
ગીતશાસ્ત્ર 50 : 20 (IRVGU)
તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
ગીતશાસ્ત્ર 50 : 21 (IRVGU)
તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
ગીતશાસ્ત્ર 50 : 22 (IRVGU)
હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
ગીતશાસ્ત્ર 50 : 23 (IRVGU)
જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23