Psalms 5 : 1 (IRVGU)
હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; [QBR] મારા ચિંતન પર લક્ષ આપો. [QBR]
Psalms 5 : 2 (IRVGU)
હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, [QBR] કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. [QBR]
Psalms 5 : 3 (IRVGU)
હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; [QBR] સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ. [QBR]
Psalms 5 : 4 (IRVGU)
દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; [QBR] દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. [QBR]
Psalms 5 : 5 (IRVGU)
તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; [QBR] જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. [QBR]
Psalms 5 : 6 (IRVGU)
જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; [QBR] યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે. [QBR]
Psalms 5 : 7 (IRVGU)
પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; [QBR] હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ. [QBR]
Psalms 5 : 8 (IRVGU)
હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; [QBR] મારી આગળ તમારો માર્ગ પાધરો કરો. [QBR]
Psalms 5 : 9 (IRVGU)
કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; [QBR] તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; [QBR] તેઓનું ગળું ઉઘાડી કબર છે; [QBR] તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. [QBR]
Psalms 5 : 10 (IRVGU)
હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; [QBR] તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! [QBR] તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, [QBR] કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. [QBR]
Psalms 5 : 11 (IRVGU)
પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; [QBR] તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; [QBR] તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે. [QBR]
Psalms 5 : 12 (IRVGU)
કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; [QBR] તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો. [PE]
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12