ગીતશાસ્ત્ર 47 : 1 (IRVGU)
હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 47 : 2 (IRVGU)
કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
ગીતશાસ્ત્ર 47 : 3 (IRVGU)
તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
ગીતશાસ્ત્ર 47 : 4 (IRVGU)
તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર 47 : 5 (IRVGU)
ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
ગીતશાસ્ત્ર 47 : 6 (IRVGU)
ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
ગીતશાસ્ત્ર 47 : 7 (IRVGU)
કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
ગીતશાસ્ત્ર 47 : 8 (IRVGU)
ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
ગીતશાસ્ત્ર 47 : 9 (IRVGU)
લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.

1 2 3 4 5 6 7 8 9