ગીતશાસ્ત્ર 44 : 1 (IRVGU)
હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
ગીતશાસ્ત્ર 44 : 2 (IRVGU)
તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
ગીતશાસ્ત્ર 44 : 3 (IRVGU)
તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
ગીતશાસ્ત્ર 44 : 4 (IRVGU)
હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે વિજય ફરમાવો.
ગીતશાસ્ત્ર 44 : 5 (IRVGU)
તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
ગીતશાસ્ત્ર 44 : 6 (IRVGU)
કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
ગીતશાસ્ત્ર 44 : 7 (IRVGU)
પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
ગીતશાસ્ત્ર 44 : 8 (IRVGU)
આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. QSS સેલાહ SE
ગીતશાસ્ત્ર 44 : 9 (IRVGU)
પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
ગીતશાસ્ત્ર 44 : 10 (IRVGU)
તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
ગીતશાસ્ત્ર 44 : 11 (IRVGU)
તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
ગીતશાસ્ત્ર 44 : 12 (IRVGU)
તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
ગીતશાસ્ત્ર 44 : 13 (IRVGU)
અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
ગીતશાસ્ત્ર 44 : 14 (IRVGU)
તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
ગીતશાસ્ત્ર 44 : 15 (IRVGU)
આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
ગીતશાસ્ત્ર 44 : 16 (IRVGU)
નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
ગીતશાસ્ત્ર 44 : 17 (IRVGU)
આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
ગીતશાસ્ત્ર 44 : 18 (IRVGU)
અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
ગીતશાસ્ત્ર 44 : 19 (IRVGU)
તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
ગીતશાસ્ત્ર 44 : 20 (IRVGU)
જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
ગીતશાસ્ત્ર 44 : 21 (IRVGU)
તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
ગીતશાસ્ત્ર 44 : 22 (IRVGU)
કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
ગીતશાસ્ત્ર 44 : 23 (IRVGU)
હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
ગીતશાસ્ત્ર 44 : 24 (IRVGU)
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
ગીતશાસ્ત્ર 44 : 25 (IRVGU)
કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
ગીતશાસ્ત્ર 44 : 26 (IRVGU)
અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.
❮
❯