ગીતશાસ્ત્ર 44 : 1 (IRVGU)
હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં [QBR] એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે [QBR] તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 2 (IRVGU)
તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, [QBR] અને તમે તમારા લોકોને વસાવ્યા; [QBR] તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, [QBR] પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 3 (IRVGU)
તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, [QBR] વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; [QBR] પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, [QBR] કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 4 (IRVGU)
હે ઈશ્વર, તમે મારા રાજા છો; [QBR] યાકૂબને માટે વિજય ફરમાવો. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 5 (IRVGU)
તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; [QBR] તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 6 (IRVGU)
કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, [QBR] મારી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 7 (IRVGU)
પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે [QBR] અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 8 (IRVGU)
આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે [QBR] અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ   [QBR]
ગીતશાસ્ત્ર 44 : 9 (IRVGU)
પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે [QBR] અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 10 (IRVGU)
તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; [QBR] અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 11 (IRVGU)
તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે [QBR] અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 12 (IRVGU)
તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; [QBR] તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 13 (IRVGU)
અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, [QBR] અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 14 (IRVGU)
તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ [QBR] અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 15 (IRVGU)
આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી [QBR] અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 16 (IRVGU)
નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે [QBR] અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 17 (IRVGU)
આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી [QBR] અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 18 (IRVGU)
અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; [QBR] અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 19 (IRVGU)
તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે [QBR] અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે [QBR]
ગીતશાસ્ત્ર 44 : 20 (IRVGU)
જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ [QBR] અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય, [QBR]
ગીતશાસ્ત્ર 44 : 21 (IRVGU)
તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? [QBR] કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 22 (IRVGU)
કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; [QBR] કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 23 (IRVGU)
હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? [QBR] ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 24 (IRVGU)
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? [QBR] અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો? [QBR]
ગીતશાસ્ત્ર 44 : 25 (IRVGU)
કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; [QBR] અને અમે પેટ ઘસડતા થયાં છીએ. [QBR]
ગીતશાસ્ત્ર 44 : 26 (IRVGU)
અમને મદદ કરવાને ઊઠો [QBR] અને તમારી કૃપાથી અમને છોડાવો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: