ગીતશાસ્ત્ર 43 : 1 (IRVGU)
હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; [QBR]
ગીતશાસ્ત્ર 43 : 2 (IRVGU)
કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? [QBR] શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? [QBR]
ગીતશાસ્ત્ર 43 : 3 (IRVGU)
તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; [QBR] તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં [QBR] અને તમારા મુલાકાતમંડપમાં લાવે. [QBR]
ગીતશાસ્ત્ર 43 : 4 (IRVGU)
પછી હું ઈશ્વરની વેદી પાસે, [QBR] ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; [QBR] હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 43 : 5 (IRVGU)
હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? [QBR] તું કેમ ગભરાયો છે? [QBR] તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, [QBR] તેમનું સ્તવન હું હજી કરીશ. [PE]

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: