ગીતશાસ્ત્ર 4 : 1 (IRVGU)
હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; સંકટને સમયે તમે મને છોડાવજો.
ગીતશાસ્ત્ર 4 : 2 (IRVGU)
હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? QSS સેલાહ SE
ગીતશાસ્ત્ર 4 : 3 (IRVGU)
પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
ગીતશાસ્ત્ર 4 : 4 (IRVGU)
તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. QSS સેલાહ SE
ગીતશાસ્ત્ર 4 : 5 (IRVGU)
ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
ગીતશાસ્ત્ર 4 : 6 (IRVGU)
ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
ગીતશાસ્ત્ર 4 : 7 (IRVGU)
લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
ગીતશાસ્ત્ર 4 : 8 (IRVGU)
હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
❮
❯
1
2
3
4
5
6
7
8