Psalms 38 : 1 (IRVGU)
હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; [QBR] તમારા કોપમાં મને શિક્ષા ન કરો. [QBR]
Psalms 38 : 2 (IRVGU)
કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે [QBR] અને તમારો હાથ મને જોરથી દાબે છે. [QBR]
Psalms 38 : 3 (IRVGU)
તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; [QBR] મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી. [QBR]
Psalms 38 : 4 (IRVGU)
કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; [QBR] ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે. [QBR]
Psalms 38 : 5 (IRVGU)
મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે [QBR] મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે. [QBR]
Psalms 38 : 6 (IRVGU)
હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું; [QBR] હું આખો દિવસ શોક કર્યા કરું છું. [QBR]
Psalms 38 : 7 (IRVGU)
કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે [QBR] અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે. [QBR]
Psalms 38 : 8 (IRVGU)
હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; [QBR] મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું. [QBR]
Psalms 38 : 9 (IRVGU)
હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો [QBR] અને મારો વિલાપ તમને અજાણ્યો નથી. [QBR]
Psalms 38 : 10 (IRVGU)
મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે [QBR] અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. [QBR]
Psalms 38 : 11 (IRVGU)
મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; [QBR] મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે. [QBR]
Psalms 38 : 12 (IRVGU)
જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. [QBR] જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે [QBR] અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે. [QBR]
Psalms 38 : 13 (IRVGU)
પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; [QBR] મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું. [QBR]
Psalms 38 : 14 (IRVGU)
જે માણસ સાંભળતો નથી [QBR] અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું. [QBR]
Psalms 38 : 15 (IRVGU)
હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; [QBR] હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. [QBR]
Psalms 38 : 16 (IRVGU)
મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ. [QBR] જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે. [QBR]
Psalms 38 : 17 (IRVGU)
કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું [QBR] અને હું સતત દુઃખમાં છું. [QBR]
Psalms 38 : 18 (IRVGU)
હું મારા અન્યાયને કબૂલ કરું છું; [QBR] હું મારા પાપને કારણે શોક કરું છું. [QBR]
Psalms 38 : 19 (IRVGU)
પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; [QBR] જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે. [QBR]
Psalms 38 : 20 (IRVGU)
તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; [QBR] તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું. [QBR]
Psalms 38 : 21 (IRVGU)
હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; [QBR] હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ. [QBR]
Psalms 38 : 22 (IRVGU)
હે પ્રભુ, મારા ઉદ્ધારક, [QBR] મને સહાય કરવાને ઉતાવળ કરો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: