Psalms 33 : 1 (IRVGU)
હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; [QBR] યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે. [QBR]
Psalms 33 : 2 (IRVGU)
વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; [QBR] દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ. [QBR]
Psalms 33 : 3 (IRVGU)
તેમની આગળ નવું ગીત ગાઓ; [QBR] વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો. [QBR]
Psalms 33 : 4 (IRVGU)
કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે [QBR] અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે. [QBR]
Psalms 33 : 5 (IRVGU)
તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. [QBR] પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે. [QBR]
Psalms 33 : 6 (IRVGU)
યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં [QBR] અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ. [QBR]
Psalms 33 : 7 (IRVGU)
તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; [QBR] તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે. [QBR]
Psalms 33 : 8 (IRVGU)
સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; [QBR] દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો. [QBR]
Psalms 33 : 9 (IRVGU)
કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; [QBR] તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. [QBR]
Psalms 33 : 10 (IRVGU)
યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; [QBR] તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે. [QBR]
Psalms 33 : 11 (IRVGU)
યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, [QBR] તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે. [QBR]
Psalms 33 : 12 (IRVGU)
જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, [QBR] તેઓ આશીર્વાદિત છે. [QBR]
Psalms 33 : 13 (IRVGU)
યહોવાહ આકાશમાંથી જુએ છે; [QBR] તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે. [QBR]
Psalms 33 : 14 (IRVGU)
પોતાના નિવાસસ્થાનમાંથી [QBR] તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે. [QBR]
Psalms 33 : 15 (IRVGU)
તે સર્વના હૃદયના સરજનહાર છે [QBR] અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે. [QBR]
Psalms 33 : 16 (IRVGU)
મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; [QBR] મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી. [QBR]
Psalms 33 : 17 (IRVGU)
યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; [QBR] તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી. [QBR]
Psalms 33 : 18 (IRVGU)
જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, [QBR] તેઓ પર તેમની નજર રહે છે. [QBR]
Psalms 33 : 19 (IRVGU)
જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે [QBR] અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે. [QBR]
Psalms 33 : 20 (IRVGU)
અમે યહોવાહની રાહ જોઈ; [QBR] તે આપણી સહાય તથા આપણી ઢાલ છે. [QBR]
Psalms 33 : 21 (IRVGU)
અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, [QBR] કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. [QBR]
Psalms 33 : 22 (IRVGU)
હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે [QBR] તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ. [PE]
❮
❯