ગીતશાસ્ત્ર 32 : 1 (IRVGU)
જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, [QBR] તે આશીર્વાદિત છે. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 2 (IRVGU)
જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, [QBR] તે આશીર્વાદિત છે. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 3 (IRVGU)
જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ [QBR] છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 4 (IRVGU)
કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. [QBR] જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
ગીતશાસ્ત્ર 32 : 5 (IRVGU)
મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં [QBR] અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. [QBR] મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” [QBR] અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ
ગીતશાસ્ત્ર 32 : 6 (IRVGU)
તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. [QBR] પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 7 (IRVGU)
તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. [QBR] તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
ગીતશાસ્ત્ર 32 : 8 (IRVGU)
ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. [QBR] મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 9 (IRVGU)
ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, [QBR] જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, [QBR] નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 10 (IRVGU)
દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે [QBR] પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. [QBR]
ગીતશાસ્ત્ર 32 : 11 (IRVGU)
હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; [QBR] હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: