Psalms 31 : 1 (IRVGU)
હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; [QBR] મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. [QBR] તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો. [QBR]
Psalms 31 : 2 (IRVGU)
મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; [QBR] તમે મારે માટે મજબૂત ગઢ [QBR] તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ. [QBR]
Psalms 31 : 3 (IRVGU)
કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; [QBR] માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો. [QBR]
Psalms 31 : 4 (IRVGU)
મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, [QBR] કારણ કે તમે મારો આશ્રય છો. [QBR]
Psalms 31 : 5 (IRVGU)
હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; [QBR] હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. [QBR]
Psalms 31 : 6 (IRVGU)
જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, [QBR] પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું. [QBR]
Psalms 31 : 7 (IRVGU)
હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, [QBR] કેમ કે તમે મારું દુ:ખ જોયું છે; [QBR] તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે. [QBR]
Psalms 31 : 8 (IRVGU)
તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. [QBR] તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે. [QBR]
Psalms 31 : 9 (IRVGU)
હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; [QBR] ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે. [QBR]
Psalms 31 : 10 (IRVGU)
કેમ કે સંતાપથી મારી જિંદગી [QBR] અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. [QBR] મારા પાપના કારણે મારું બળ ઘટે છે [QBR] અને મારાં હાડકાં ક્ષીણ થાય છે. [QBR]
Psalms 31 : 11 (IRVGU)
મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; [QBR] મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે [QBR] અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. [QBR] જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે. [QBR]
Psalms 31 : 12 (IRVGU)
મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. [QBR] હું તૂટી ગયેલા વાસણ જેવો છું. [QBR]
Psalms 31 : 13 (IRVGU)
કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, [QBR] ચારે બાજુ ધાસ્તી છે [QBR] તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. [QBR] તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે. [QBR]
Psalms 31 : 14 (IRVGU)
પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; [QBR] મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.” [QBR]
Psalms 31 : 15 (IRVGU)
મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. [QBR] મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો. [QBR]
Psalms 31 : 16 (IRVGU)
તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; [QBR] તમારી કૃપાથી મને બચાવો. [QBR]
Psalms 31 : 17 (IRVGU)
હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! [QBR] દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. [QBR]
Psalms 31 : 18 (IRVGU)
જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી [QBR] તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ. [QBR]
Psalms 31 : 19 (IRVGU)
જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, [QBR] તથા તમારા પર ભરોસો રાખનારને માટે [QBR] મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, [QBR] તે કેટલી મોટી છે! [QBR]
Psalms 31 : 20 (IRVGU)
તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. [QBR] તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો. [QBR]
Psalms 31 : 21 (IRVGU)
યહોવાહની સ્તુતિ થાઓ, [QBR] કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણુ દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી. [QBR]
Psalms 31 : 22 (IRVGU)
અધીરતાથી મેં કહી દીધું હતું કે, [QBR] “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” [QBR] તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતિ કરી, [QBR] ત્યારે તમે મારું સાંભળ્યું. [QBR]
Psalms 31 : 23 (IRVGU)
હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. [QBR] યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, [QBR] પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે. [QBR]
Psalms 31 : 24 (IRVGU)
જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, [QBR] તે બળવાન તથા હિંમતવાન થાઓ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: