Psalms 3 : 1 (IRVGU)
પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
Psalms 3 : 2 (IRVGU)
ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” QSS સેલાહ SE
Psalms 3 : 3 (IRVGU)
પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
Psalms 3 : 4 (IRVGU)
હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. QSS સેલાહ SE
Psalms 3 : 5 (IRVGU)
હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
Psalms 3 : 6 (IRVGU)
જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
Psalms 3 : 7 (IRVGU)
હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
Psalms 3 : 8 (IRVGU)
ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. QSS સેલાહ SE
❮
❯
1
2
3
4
5
6
7
8