Psalms 29 : 1 (IRVGU)
હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; [QBR] ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. [QBR]
Psalms 29 : 2 (IRVGU)
યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; [QBR] પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. [QBR]
Psalms 29 : 3 (IRVGU)
યહોવાહનો સાદ પાણી પર ગાજે છે; [QBR] ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, [QBR] યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. [QBR]
Psalms 29 : 4 (IRVGU)
યહોવાહનો અવાજ સમર્થ છે; [QBR] યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. [QBR]
Psalms 29 : 5 (IRVGU)
યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; [QBR] યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. [QBR]
Psalms 29 : 6 (IRVGU)
તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ [QBR] લબાનોન તથા સિર્યોનને કુદાવે છે. [QBR]
Psalms 29 : 7 (IRVGU)
યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. [QBR]
Psalms 29 : 8 (IRVGU)
યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; [QBR] યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. [QBR]
Psalms 29 : 9 (IRVGU)
યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; [QBR] ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; [QBR] પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!” [QBR]
Psalms 29 : 10 (IRVGU)
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; [QBR] યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. [QBR]
Psalms 29 : 11 (IRVGU)
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; [QBR] યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: