ગીતશાસ્ત્ર 28 : 1 (IRVGU)
હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. [QBR] જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ. [QBR]
ગીતશાસ્ત્ર 28 : 2 (IRVGU)
જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, [QBR] જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો. [QBR]
ગીતશાસ્ત્ર 28 : 3 (IRVGU)
જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, [QBR] તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 28 : 4 (IRVGU)
તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; [QBR] તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો. [QBR]
ગીતશાસ્ત્ર 28 : 5 (IRVGU)
કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, [QBR] તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.   [QBR]
ગીતશાસ્ત્ર 28 : 6 (IRVGU)
યહોવાહની સ્તુતિ થાઓ, [QBR] કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે! [QBR]
ગીતશાસ્ત્ર 28 : 7 (IRVGU)
યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; [QBR] મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. [QBR] માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે [QBR] અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ. [QBR]
ગીતશાસ્ત્ર 28 : 8 (IRVGU)
યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે [QBR] તે તેમના ઉદ્ધારમાટેનો કિલ્લો છે. [QBR]
ગીતશાસ્ત્ર 28 : 9 (IRVGU)
તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. [QBR] વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો. [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: