Psalms 26 : 1 (IRVGU)
હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; [QBR] મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી. [QBR]
Psalms 26 : 2 (IRVGU)
હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; [QBR] મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો! [QBR]
Psalms 26 : 3 (IRVGU)
કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું [QBR] અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. [QBR]
Psalms 26 : 4 (IRVGU)
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી [QBR] હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી. [QBR]
Psalms 26 : 5 (IRVGU)
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું [QBR] અને હું તેઓની સાથે બેસીશ નહિ. [QBR]
Psalms 26 : 6 (IRVGU)
હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ [QBR] અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ. [QBR]
Psalms 26 : 7 (IRVGU)
જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં [QBR] અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું. [QBR]
Psalms 26 : 8 (IRVGU)
હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે [QBR] અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે. [QBR]
Psalms 26 : 9 (IRVGU)
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ [QBR] ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ. [QBR]
Psalms 26 : 10 (IRVGU)
તેઓને હાથે ઉપદ્રવ થાય છે [QBR] અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે. [QBR]
Psalms 26 : 11 (IRVGU)
પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; [QBR] મારા પર દયા કરીને મને છોડાવો. [QBR]
Psalms 26 : 12 (IRVGU)
મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; [QBR] જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ. [PE]
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12