ગીતશાસ્ત્ર 23 : 1 (IRVGU)
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 23 : 2 (IRVGU)
તે મને લીલાં બીડમાં સુવાડે છે [QBR] તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 23 : 3 (IRVGU)
તે મારા આત્માને તાજગી આપે છે; [QBR] પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 23 : 4 (IRVGU)
જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, [QBR] તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; [QBR] તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. [QBR]
ગીતશાસ્ત્ર 23 : 5 (IRVGU)
તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો [QBR] તમે મારા માથા પર તેલ રેડ્યું છે; [QBR] મારો પ્યાલો છલકાઈ જાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 23 : 6 (IRVGU)
નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; [QBR] અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ. [PE]

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: